Reincarnation of Rinpoche: રિનપોચેનો અવતાર, આ 4 વર્ષનો બાળક બનશે બૌદ્ધોના આગામી સૌથી મોટા ગુરુ

Taklung Setrung Rinpoche: પરંપરા નિભાવતા નિંગમા સંપ્રદાયે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિના રહીશ એક સાડા ચાર વર્ષના બાળકને દિવંગત તિબ્બતી લામા તકલુંગ સેતરુંગ રિનપોચેનો અવતાર માન્યો છે. નવાંગ તાશી રાપ્ટેન હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં સ્પિતિ ઘાટીના તાબો ક્ષેત્રના રંગરિક ગામનો રહીશ છે. બાળકના માતા પિતા અને સંબંધીઓ  તેમના ઘરમાં આવા બાળકના જન્મથી ખુબ ખુશ છે.

Reincarnation of Rinpoche: રિનપોચેનો અવતાર, આ 4 વર્ષનો બાળક બનશે બૌદ્ધોના આગામી સૌથી મોટા ગુરુ

Taklung Setrung Rinpoche: પરંપરા નિભાવતા નિંગમા સંપ્રદાયે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિના રહીશ એક સાડા ચાર વર્ષના બાળકને દિવંગત તિબ્બતી લામા તકલુંગ સેતરુંગ રિનપોચેનો અવતાર માન્યો છે. નવાંગ તાશી રાપ્ટેન હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં સ્પિતિ ઘાટીના તાબો ક્ષેત્રના રંગરિક ગામનો રહીશ છે. બાળકના માતા પિતા અને સંબંધીઓ  તેમના ઘરમાં આવા બાળકના જન્મથી ખુબ ખુશ છે. જે ઔપચારિક રીતે તિબ્બતી બૌદ્ધોના સૌથી મોટા ગુરુ છે. સોમવારે આ બાળકનું ધાર્મિક જીવન શરૂ થઈ ગયું. તેનું ધાર્મિક શિક્ષણ શિમલાના  પંથાઘાટી સ્થિત દોરજીદક મઠથી શરૂ થશે. નવાંગ તાશીના દાદાએ જણાવ્યું કે સૌથી પહેલા તો મને કોઈ આઈડિયા ન હતો કે મારો પૌત્ર તિબ્બલી લામાનો અવતાર છે. જ્યારે ગુરુ અમારા ઘરે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે આગામી લામા તમારા પાસે છે. 

ત્યાં સમારોહમાં આવેલા એક બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે, આજે તેમનું મુંડન અને કપડાં બદલવાનો સમારોહ છે. જ્યારે તેઓ બધા લામાના આશીર્વાદ લેશે ત્યારે તેમનું શિક્ષણ શરૂ થઈ જશે. આ બૌદ્ધ દુનિયા સાથે જોડાયેલા લોકો માટે મહત્વની પળ છે. કારણ કે અમે તેના માટે 7 વર્ષ રાહ જોઈ છે. દોરજીદકમાં તિબ્બતી બૌદ્ધ ભિક્ષુઓ અને અન્ય લોકો તથા હિમાચલ પ્રદેશના હિમાલયી ક્ષેત્રના અન્ય બૌદ્ધ શિષ્યોએ શિમલામાં નવાંગ તાશીનું સ્વાગત કર્યું. 

— ANI (@ANI) November 28, 2022

બાળક ભિક્ષુની માતા કેસલેંગ ડોલમાએ કહ્યું કે અમને આ વિશે કશી ખબર નહતી અને ન તો અમે આવી કોઈ ચીજ માટે તૈયાર હતા. લગભગ એક વર્ષ પહેલા દોરજીદક મઠના લોકો અમારી પાસે આવ્યા. તેઓ દલાઈ લામા અને બાદમાં શાક્ય ત્રિચેન રિનપોચેની પાસે ગયા. ત્યારબાદ તેમની સાથે ચર્ચા કરી અને પુર્નજન્મના અનુષ્ઠાનો બાદ નવાંગ તાશીને અવતાર માન્યા. 

તેમણે  કહ્યું કે માતા તરીકે મારા પુત્રથી અલગ થવાની વાત વિચારવી એ ખુબ દુખદાયક હતી. પરંતુ મારા માટે ખુશીની વાત એ પણ હતી કે સૌથી મોટા બૌદ્ધ ગુરુએ અમારા ઘરે જન્મ લીધો છે. મારા બે બાળકો છે. તે નાનો છે અને તેનાથી મોટી પુત્રી છે. હું ખુશ છું કે તે લોકોને શિક્ષણ આપશે અને તેમની ભલાઈ માટે કામ કરશે. હું પોતાને ખુશનસીબ મહેસૂસ કરી રહી છું કે મે આ બાળકને જન્મ આપ્યો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

નવાંગ તાશીના પિતા લામા સોનમ ચોપેલે કહ્યું કે આ ખુબ ખુશીની પળ છે. કારણ કે હું તિબ્બલી લામા તકલુંગ સેતરુંગ રિનપોચેના અવતારના પિતા છું. મે ક્યારેય આ વિચાર્યું નહતું. ભવિષ્યમાં તે બૌદ્ધ ગુરુ હશે અને લોકોને શિક્ષણ આપશે. આપણે પણ તેમના શિષ્ય બનીશું. તે પહેલા સ્કૂલમાં હતો પરંતુ તેમના અવતાર અને શાક્ય ઠિચેન રિનપોચે તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ અમારે તેનું શાળાનું શિક્ષણ રોકવું પડ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news